એના માટે આપના ક્મ્પ્યુટર પર કઈ ઑપરેટિંગ સિસ્ટમ છે એના પર વધારે આધાર રહે. જેમકે આપના કમ્પ્યુટર પર Microsoft Vista/ExP/ Widows7 છે એ જાણવું જરૂરી છે, આમ તો આ પધ્ધતિ સર્વ ઑપરેટિંગ સિસ્ટમ સાથે કોમ્પિટિબલ છે. પણ Microsoft Widows7 અને ExP સાથે વધારે સરળ છે. આ માટે તબક્કાવાર નીચે પ્રમાણે કરવા વિનંતિ છે.
(૧.)અહિં લિંક આપેલ છે એ વેબસાઈટ પર જાઓ. http://www.vishalon.net/Download.aspx
(૨.) અહિંથી PramukhIME NEW!Version: 1.1 Size: 522 KB Download કરો. એફાઈલ ઝિપ ફાઈલ હોય. એને વિનઝીપ પ્રોગ્રામથી અમઝિપ કરવી પડશે. આ માટે વિન્ઝિપના પ્રોગ્રામ હોય છે જે મોટે ભાગે આપના કમ્પ્યુટર પર હશે જ, જો ન હોય તો એ અહિંથી ફ્રી ડાઉનલૉડ કરી શકાય. લિંકઃ http://download.cnet.com/WinZip/3000-2250_4-10003164.html
(૩) PramukhIME NEW!Version: 1.1 Size: 522 KB Download કરેલ એ અનઝિપ કરતા એક ફોલ્ડર ખુલશે એના પર PramukhIME લખેલ હશે. એના પર ડબલ ક્લિક કરો કે એને ઓપન કરો. એમ કરતા બીજા ચાર આઈકોન આપના સ્ક્રિન પર દેખાશે. એમાંથી એક આઇકોન પર PramukhIME.exe લખેલ હશે એના પર ડબલ ક્લિક કરો. એને આપના મોનિટર પર સેવ કરો.અને રન કરો. એટલે આપના કમ્પ્યુટર પ્રમુખ આઇએમઈ ઇન્સ્ટોલ થઈ જશે. અને આપના સ્ક્રિન/મોનિટર પર જમણે ખૂણે ભાષાનો આઈકોન દેખાશે. જે સામાન્ય રીતે આકાશી રંગનો હોય છે. ત્યાંથી આપ જે લિપિમાં લખવા ચાહતા હો એ પસંદ કરી લખવાનું શરૂ કરો.
આ સિસ્ટમ વિન્ડોઝ ૭ સાથે સરસ ચાલે છે. મારા કમ્પ્યુટર પર માઈક્રોસોફ્ટ સેવન છે. વિસ્ટા સાથે પણ સારું છે. એક્ષપીમાં એક ફોન્ટ ઇન્સ્ટોલ કરવા પડે. અથવા તો બાય ડિફોલ્ટ આપની સિસ્ટમ સાથે હોય પણ ખરા. એ ફોન્ટનો પ્રકાર છે Arial Unicode MS. પણ આ ફોન્ટ ફક્ત માઈક્રોસોફ્ટ વર્ડ કે એક્ષલ, કે પાવર પોઈન્ટમાં ગુજરાતી લિપિમાં લખવા માટે જરૂરી છે. ફેઈસબુક પર ગમે એ બ્રાઉઝરમાં
( ફાયરફોક્ષ, એક્ષપ્લોરર,સફારી કે ગુગલ ક્રોમમાં) તો શ્રુતિ ફોન્ટ બાય ડિફોલ્ટ હોય છે. જે આ પધ્ધતિ મારફત લખાતી સાતે ય લિપિ માટે યોગ્ય છે.
આ રીતે આપ માઈક્રોસોફ્ટ વર્ડ, એક્ષલ, પાવરપોઇન્ટ વગેરેમાં પણ ગુજરાતી લખી શકશો. યાદ રાખવાના મુદ્દાઓ.
૧. )જ્યારે કમ્પ્યુટર રિસ્ટાર્ટ કરો ત્યારે બાય ડિફોલ્ટ અંગ્રેજી ટાઈપ થશે. અને ગુજરાતી ટાઈપ કરવા/લખવા માટે પ્રમુખ આઈએમઈ દર રિસ્ટાર્ટ વખતે રન કરવું પડે. માટે બને તો એને ડેસ્ક્ટોપ પર સેવ કરો. જેથી ધારો ત્યારે રન કરી શકો.
૨.) કિબોર્ડ પર શરતચુકથી કેપ્સ લોક ન થાયે એ ધ્યાનમાં રાખશો. કારણ કે શિફ્ટ કિ મારફત અલગ શબ્દો ગુજરાતી રચાય છે. આપ કોઈ કમ્પ્યુટરના જાણકારની મદદ લઈ શકો છો. આ પધ્ધતી વાયરસ ફ્રી છે, અને સેઈફ છે. સુરક્ષિત છે. આશા છે કે આપ સહુ ગુજરાતીમાં લખી શકશો. અને ચાહો તો આપણી રાષ્ટ્રિય ભાષા हिन्दीમાં પણ લખી શકશો.
તો મારા વ્હાલા મિત્રો, શરુ કરો ગુજરાતી/હિન્દીમાં લખવાનુ અત્યારથી જ.
અંગ્રેજી કિબોર્ડનો ક્યો અક્ષર ક્યો ગુજરાતી અક્ષર બને એનું ચિત્ર પણ સામેલ છે.
by Dr. Natwar mehta
0 comments:
Post a Comment